દુર્ઘટના સમયે મોટી સંખ્યામાં હતા દર્શકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના કટકમાં મોટી દુર્ઘટના સર્જાય છે. લોકનાટ્ય શોના સ્થળે એક વિશાળ ગેટ તૂટી પડ્યો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના શનિવારે રાત્રે સાલેપુર વિસ્તારના રાયસુનગુડા ખાતે બની હતી, જ્યારે લોકો લોખંડના સ્ટ્રક્ચર પરથી પસાર થઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર, ઈજાગ્રસ્ત લોકોને સાલેપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ લોકોને કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, રાજા રાની જાત્રાની ટીમ રાયસુનગુડામાં પ્રદર્શન કરી રહી હતી, શોના બીજા દિવસે રાત્રે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે દર્શકો મોટી સંખ્યામાં હતા.