પોલીસ અને BSF ના સીનિયર ઓફિસરોએ કાનૂની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં નવી સરકારના ગઠન બાદથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો ડરેલા છે. બાંગ્લાદેશમાં રહેતા સનાતન ધર્માવલંબી ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. બાંગ્લાદેશમાં પ્રતાડિત થયા બાદ જીવ બચાવવા માટે ભારતમાં પ્રવેશ કરી રહેલી એક સગીર કિશનગંજ BSF હેડ ક્વાર્ટરના અધીન પશ્ચિમ બંગાળના ફતેહપુર BOP , BSF ૧૭મી બટાલિયન પાસે આવી પહોંચી. જવાનોએ તેને જોઈ તો ચોંકી ગયા. છોકરી બાજુમાં આવી અને તેનું નામ-ઠામ પૂછ્યું.. બોર્ડર પર રહેલા જવાનોએ સગીર છોકરીને પશ્ચિમ બંગાળના ઉત્તરી દિનાજપુરના ચોપડા બ્લોકના ફતેહપુર BOP વિસ્તારમાંથી ધરપકડ કરી. તેને ચોપડા પોલીસ ચોકીને સોંપી દીધી.
બાંગ્લાદેશના પંચાગઢ જિલ્લાના રહેવાસી સગીરનો પરિવાર ઈસ્કોન સાથે જોડાયેલો છે. સગીરના નાનાએ જણાવ્યું કે, “બાંગ્લાદેશમાં ઈસ્કોન સાથે જોડાયેલ પરિવારોને ઉપદ્રવીઓ સતત ધમકી આપી રહ્યા છે કે તેમની બાળકીઓને ઉઠાવી લઈ જશે.” સગીરને કોઈ રસ્તો ન મળતા ભારત આવવા મજબૂર થઈ ગઈ.
સગીરના નાનાએ કહ્યું કે, “બાળકીના પિતા લકવાગ્રસ્ત છે અને મા પણ બીમાર છે. જેમને પોતાની બાળકીની સુરક્ષાની ચિંતા થઈ રહી છે. પરિવારે તેને મોકલી દીધી.” જોકે તેણે એ નથી કહ્યું કે તે કેવી રીતે અહીં પહોંચી. બાળકી ખૂબ જ ડરેલી હતી.
પરિવારે જણાવ્યું કે, “ઈસ્કોન સાથે જોડાયેલ લોકો સાથે દુષ્કર્મ, હત્યા જેવી ઘટનાઓ થઈ રહી છે.” તેમણે કહ્યું કે, “ભારત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષાની ખાતરી કરે.” સગીર જલપાઈગુડીના બેલાકોબામાં એક સંબંધીના ઘરે જવાની હતી. પોલીસે બેલોકાબાના સંબંધીઓને ફોન કરીને રાતના સમયે ચોપડા પોલીસ ચોકીએ બોલાવ્યા. પૂછપરછ બાદ પોલીસ અને BSF ના સીનિયર ઓફિસરોએ કાનૂની કાર્યવાહી કરી. બાદમાં માનવતાનો પરિચય આપતા જિલ્લા બાળ કલ્યાણ સંઘ દ્વારા આ છોકરીને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી.