રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તું …તું…મેં..મેં..

Share this Article:

જો તમે ખેડૂતના પુત્ર છો તો હું મજૂરોનો પુત્ર છું ખડગેનો પલટવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને લઈને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. ગૃહના અધ્યક્ષ ધનખડ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જગદીપ ધનખડે કહ્યું કે, હું એક ખેડૂતનો દીકરો છું. હું કોઈની સામે ઝૂકતો નથી. મેં ઘણું સહન કર્યું. મેં દરેકને માન આપ્યું. જેનો જવાબ આપતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જન ખડગેએ કહ્યું કે, તમે બંધારણનો ભંગ કર્યો છે. અમે અહીં તમારી પ્રશંસા કરવા નથી આવ્યા. તમે નિયમો અનુસાર ગૃહ ચલાવો. ખડગેએ ધનખડને કહ્યું કે, જો તમે ખેડૂતના પુત્ર છો તો હું મજૂરોનો પુત્ર છું.

તમે અમારું અપમાન કર્યું છે તો અમે તમારું સન્માન કેવી રીતે કરીશું.” રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલબાજી બાદ ગૃહમાં હંગામો શરૂ થયો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપ હવે ખેડૂતોની વાત કરે છે. જે પક્ષના હાથ ૭૫૦ ખેડૂતોના લોહીથી રંગાયેલા છે. તે પાર્ટી ખેડૂતોના હિતની વાત કરી રહી છે. ગૃહમાં વિપક્ષ અને સરકાર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર જારી રહ્યો હતો. રાજ્યસભામાં સતત હોબાળાને કારણે અધ્યક્ષ ધનખડે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ પહેલા ગુરુવારે પણ હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.