પ્રયાગરાજમાં નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે તેમ વડાપ્રધાને કહ્યું

Share this Article:

વડાપ્રધાન મોદીએ મહાકુંભના મેળાના સ્થળ પ્રયાગરાજની લાંબી મુલાકાત લીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ ચાર કલાક સુધી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મહાકુંભ મેળા માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને લગભગ રૂ. ૫૫૦૦ કરોડના ખર્ચે અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. નિરીક્ષણ બાદ જનતાને સંબોધતા તેમણે મુખ્યમંત્રી યોગીના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રયાગરાજમાં એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.’ તેમણે કાર્યકરોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે સંદેશાવ્યવહારના આધુનિક માધ્યમો નહોતા ત્યારે કુંભ જેવી ઘટનાઓએ મોટા સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો હતોપ કુંભમાં સંત અને જ્ઞાની લોકો ભેગા મળીને સમાજના સુખ-દુઃખની ચર્ચા કરતા હતા, વર્તમાન અને ભવિષ્ય પર ચિંતન કરતાં હતા. આજે પણ કુંભ જેવી મોટી ઘટનાઓનું મહત્ત્વ એટલું જ છે.

વધુમાં કહ્યું કે, હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહાકુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છેપ આવતા વર્ષે મહાકુંભનું આયોજન દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરે લઈ જશે. તેમણે કહ્યું કે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો મારે આ મહાકુંભનું વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા જેવી અસંખ્ય પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓના વહેણની પવિત્રતા, આ તીર્થસ્થાનોનું મહત્ત્વ અને મહાનતા, તેમનો સંગમ, તેમનો સરવાળો, તેમનો સંયોગ, તેમનો પ્રભાવ, તેમનો મહિમા, આ છે પ્રયાગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે સંદેશાવ્યવહારના આધુનિક માધ્યમો નહોતા ત્યારે કુંભ જેવી ઘટનાઓએ મોટા સામાજિક પરિવર્તનનો પાયો નાખ્યો હતોપ કુંભમાં સંત અને જ્ઞાની લોકો ભેગા મળીને સમાજના સુખ-દુઃખની ચર્ચા કરતા હતા, વર્તમાન અને ભવિષ્યનું ચિંતન કરતા હતા. આજે પણ કુંભ જેવી મોટી ઘટનાઓનું મહત્ત્વ એટલું જ છે. આવી ઘટનાઓ દ્વારા દેશના ખૂણે-ખૂણે, સમાજ અને દેશમાં એક સકારાત્મક સંદેશ જાય છે, રાષ્ટ્રીય વિચારનો પ્રવાહ અવિરત વહેતો રહે છેપ

આ પહેલા પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહાકુંભ દરમિયાન થઈ રહેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ૨૦૨૫ના પ્રયાગરાજ મહાકુંભની શરૂઆતને ધ્યાનમાં રાખીને તમામ સનાતન ધર્મ અનુયાયીઓ માટે વડાપ્રધાનનું આગમન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની પ્રેરણા, માર્ગદર્શન અને આદર્શો પર સેંકડો વર્ષો પછી ૨૦૧૯ના પ્રયાગરાજ કુંભમાં પ્રથમ વખત ભક્તોએ અક્ષયવટના દર્શન કર્યા. આ વખતે અક્ષયવટ કોરિડોરનું ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છેપ બડે હનુમાનજી મંદિર કોરિડોરનું પણ ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.