આ કેસમાં પોલીસે ૩ વિધર્મીઓને ઝડપી તપાસ હાથ ધરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓએ ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન હડપવા કાવતરૂં રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની ખુલ્લી પડેલી સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. જેમાં પુજારી પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે ત્રણ વિધર્મીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. તપાસમાં દ્વારકા ગેઇટ નજીક આવેલ સંતોષી માતાજીના મંદિરના મુખ્ય ગેઇટ સામેની વષોથી ખુલ્લી પડેલી જમીન પચાવી પાડવા વિધર્મીઓ દ્વારા કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
૫૦ વર્ષ પૌરાણિક સંતોષી માતાજીના મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા ના આવી શકે તે માટે વિધર્મીઓએ કાવતરૂ ઘડ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં વિધર્મીઓએ રાજાશાહી વખતના જમીનના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતા. તે સિવાય તેમણે સીટી સર્વેના સંબંધિત અધિકારી અથવા કર્મચારી સાથે સેંટીગ કરી નકલી કિંમતી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
જમીન હડપવાના આ પ્રકરણમાં પાંચ આરોપીઓમાંથી એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે બે આરોપીઓ અગાઉ મૃત્યુ પામ્યા હતા. પોલીસે હવે જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના તેમજ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.