PM મોદીએ શરદ પવારને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
NCP પ્રમુખ શરદ પવારના ૮૫મો જન્મદિવસ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવાર તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શરદ પવાર હાલમાં દિલ્હીમાં છે તેથી આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર રહ્યા હતા. ફડણવીસ અને અજિત પવાર સાથે જન્મદિવસની શુભકામના આપવા જતાં અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર NCP પ્રમુખને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. આ ખાસ પ્રસંગે શરદ પવારે પક્ષના કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે તસવીરો પણ પાડી હતી.
તાજેતરમાં સંપન્ન થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં NCP –SP ગઠબંધનને માત્ર ૧૦ બેઠકો મળી હતી. મહાવિકાસ અઘાડીએ ૪૬ બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૩૨ થી વધુ બેઠકો મળી હતી. બીજી તરફ એકનાથ શિંદેની શિવસેનાએ ૫૭ બેઠકો અને અજિત પવારની NCP એ ૪૧ બેઠકો જીતી હતી. મહા વિકાસ અઘાડીએ માત્ર ૪૬ બેઠકો જીતી હતી. કોંગ્રેસને ૧૬ અને શિવસેનાને ૨૦ બેઠકો મળી હતી.