ચીન બોર્ડર ઉપર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય
એક કચ્છમાં પણ તહેનાત છે આ વિહિકલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે. સેના બરફીલા અને મુશ્કેલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ માટે ઓલ-ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવા જઈ રહી છે. જેનો એક વીડિયો આર્મીના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા પોતાના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
આ ATV વિશ્વની કોઈપણ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓમાં ચલાવવા માટે બનાવવામાં આવ્યું છે. આમાંથી એક ગુજરાતના કચ્છમાં પણ તહેનાત છે. આ ATV માં POLARIS SPORTSMAN , POLARIS RZR અને JSW – GECKO ATOR સામેલ છે. તેઓ કોઈપણ પ્રકારના મુશ્કેલ ચઢાણ, ઢાળ, ખડકાળ માર્ગ પર ચઢી શકે છે, ચાલી શકે છે અને દોડી શકે છે. લદ્દાખ નજીકનો વિસ્તાર બરફથી ઢંકાયેલો જંગી વિસ્તાર છે. અહીં દેખરેખ રાખવા માટે ભારતીય સૈનિકો પાસે આધુનિક હથિયારો, યુનિફોર્મ, વ્હિકલ અને અન્ય સુવિધાઓ હોવી જરૂરી છે. આ વ્હિકલ ઓછું વજન અને હાઈ-મોબિલિટી પ્રમાણે બનાવવામાં આવે છે. તેની મેન્યૂઅરિંગ ખૂબ જ સરળ છે. તે કોઈ પણ પ્રકારના રસ્તા પર ચાલી શકે છે.
ડેપસાંગ મેદાનો અને ડેમચોક વિસ્તારમાં ભારતીય-ચીનની સેનાઓના પાછળ હટ્યા બાદ આ વ્હિકલને સામેલ કરવામાં આવ્યા છે જેથી પેટ્રોલિંગ ઝડપી અને લાંબા અંતર સુધી કરી શકાય. આ પેટ્રોલિંગ લાંબા સમયના વિવાદ બાદ શરૂ કરવામાં આવ્યું છે. તેથી આવા વ્હિકલોની જરૂરિયાત વધી જાય છે, જે આવા જોખમી માર્ગો પર સૈનિકોને લઈ જઈ શકે.
આના દ્વારા ભારતીય સેના જરૂર પડવા પર પોતાના સૈનિકોને યોગ્ય જગ્યાએ તહેનાત કરી શકશે. સર્વેલન્સ ઝડપથી કરી શકાશે. દેખરેખ રાખી શકાશે. સૈનિકો કોઈપણ પ્રકારના હવામાનમાં સ્ટ્રેટેજિક પોઈન્ટ અને પોતાના બેઝ સુધી પહોંચી શકશે. સેના પણ એ વાત માની રહી છે કે, આ વ્હિકલના કારણે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે પેટ્રોલિંગ સરળ બન્યું છે. જો કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય તો તેની મદદથી તાત્કાલિક ગમે ત્યાં પહોંચી શકાય છે.