પત્નીએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી તેની શોતનને મોતને ઘાટ ઉતારી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોંડલમાં હત્યાનો એક અજીબ કેસ સામે આવ્યો છે. જેમાં વાછરા રોડ પર પરણીત પ્રેમીને મળવા આવેલી પ્રેમિકાની પ્રેમીની પત્નીએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યાં બાદમાં પત્ની પોલીસ સમક્ષ હાજર થઇ ગઇ હતી.મૃતક રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી અને પ્રેમસંબંધને કારણે તેના પતિ સાથે છુટાછેડા થયા હતા. હત્યાની ઘટનાનાં પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં PI .ડામોરે તપાસ હાથ ધરી હત્યા કરનાર પ્રેમીની પત્નીની પુછપરછ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગોંડલના લોકમેળામાં મળેલા પ્રેમી પંખીડાઓના પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો. પતિને મળવા આવેલી પ્રેમિકાને પાવડાનાં વાર કરી મોતને ઘાટ ઉતારનાર પત્નિ પોલીસ સ્ટેશનમાં પુછપરછ સમયે શાંત મને અને નિશ્ચિંતતાથી જવાબ આપી રહી હતી. પોલીસ પણ દિગમુઢ બની હતી.
હત્યા કરનાર પત્નીના જણાવ્યા અનુસાર પરિવારમાં તેમને એક દિકરો અને એક દિકરી છે. જીંદગી ખુશહાલ હતી.પરંતુ દોઢ વર્ષથી પતિને રાજકોટની યુવતી સાથે પ્રેમસંબધં બંધાયો હતો.પહેલા તો આ વાતની મને ખબર નહોતી.પણ મોબાઇલ પર અવાર નવાર બન્ને વચ્ચે વાતચીત થતી અને તે મારા પતિને મળવા વાડીએ પણ આવતી હતી. મને શંકા હોવા છતા હું ચુપ હતી.દરમિયાન બન્ને ત્રણેક માસ પહેલા ઘરેથી નાશી છુટ્યા ત્યારે મારા પતિ તેણીના પ્રેમમાં ઓતપ્રોત થયાનું સમજાયું હતું.
તે પછી બન્ને પોલીસમાં પકડાઇ ગયા બાદ પતિ ઘરે આવવાને બદલે યુવતી સાથે રાજકોટ રહેતો હતો.હાલ અઢી મહીનાથી પતિ ઘરે પરત ફર્યો હતો.ત્યાર પછી પણ તે બંનેનો પ્રેમ યથાવત હતો. કોઇ બહાને એ ગોંડલ આવતી અને પતિને મળતી હતી. યુવતી સાસરેથી ભાગી ગયા બાદ તેનાં પતિએ છુટાછેડા આપી દીધા હતા.જેથી તે હવે આઝાદ હતી.પતિ નાં પ્રેમ પ્રકરણને લઇને પતિ પત્નિ વચ્ચે અનેકવાર ઝગડા થતા હતા. તેથી મોકો જોઇને યુવતીનાં માથાનાં ભાગે પાવડાનાં આડેધડ ઘા માર મારી હત્યા કરી હતી. દ્રશ્યો જોઈ પતિ નાસી ગયો હતો. ત્યારે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.