૧૮ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવા આવી રહી છે. ગીર-સોમનાથ અને જામનગર જિલ્લામાં PGVCL ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી.
મળતી માહિતી અનુસાર, PGVCL ની ટીમ દ્વારા ગીર-સોમનાથનાં દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા ૪૫૦ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૮ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં PGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરનાં લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતનાં વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની ૩૬ ટીમે ૩૩૭ વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી ૭૪ વીજ જાેડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને ૫૯.૬૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.