યુવાન ડ્રગ્સ લેતા લેતા ઢળી પડયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વટવાના રહેવાસી ૧૮ વર્ષીય યુવક ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને મિત્રો પણ ડ્રગ્સ લેતા હોવાની વાત સામે આવી છે, ત્યારે ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસે એક યુવકને રાઉન્ડઅપ કર્યો છે.
ઈસનપુરમાં આવેલા એક ગાર્ડનમાં આ યુવાન ડ્રગ્સ લેતા લેતા ઢળી પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ, ત્યાંથી યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોને લાગ્યું કે યુવાન ડ્રગ્સનો બંધાણી હશે જેને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પોલીસે પણ મૃતદેહને પીએમ અર્થે મોકલીને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તો ડ્રગ્સના કારણે મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં પણ સામે આવી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે એક કમ્પાઉન્ડરની અટકાયત કરી છે અને આ કમ્પાઉન્ડર રોજના ૨૦૦ યુવકોને આવી રીતે ઈંન્જેકશન આપતો હતો, ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, મિત્ર દ્વારા તેને ડ્ગ્સના રવાડે ચઢાવ્યો હોવાની વાત સામે આવી છે. આખા કાંડનો સૂત્રધાર કમ્પાઉન્ડર હોવાની વાત છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિયાન હેઠળ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે, સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ગ્સના રવાડાથી દૂર કરવા છે. તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે.