અથાગ મહેનતે દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દિપડો ખાબક્યો હતો.ફોરેસ્ટ ખાતાની ટીમે રેસ્ક્યુ કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર તાલુકાના ખાભા ગામની વાડી વિસ્તારમાં દીપડો ખુલ્લા કૂવામાં ખાબકી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં ગામ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. સવારે દીપડો કૂવામાં પડી ગયો બાદ ફોરેસ્ટની ટીમ જાણ કરવામાં આવી હતી.જ્યાં દીપડાને રેસ્કયું કરવા વન વિભાગ દ્વારા બે ટીમ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ મહા મહેનતે બંને ટીમો તેમજ ગામ લોકોની અથાગ મહેનતે દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું .