વીજ કરંટ લાગતા કિશોર ગંભીર રીતે દાઝી ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદમાં એક ૧૫ વર્ષીય કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું. ધર્મજ ગામનો રહેવાસી કિશોર પતંગની દોરી કાઢવા જતો હતો ત્યારે આ દુર્ઘટના બનવા પામી. વીજ વાયરમાં ફસાયેલ દોરી કાઢવા જતા ૧૫ વર્ષીયને કિશોરને અચાનક કરંટ લાગ્યો. વીજ કરંટ લાગતા આ કિશોર ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ૧૫ વર્ષીય કિશોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો .
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વીજ કરંટથી મૃત્યુ પામનાર કિશોર પેટલાદના ધર્મજ ગામનો રહેવાસી છે. આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પતંગબાજીના રસિયાઓ અત્યારથી પતંગ ચગાવવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે ધર્મજ ગામનો ૧૫ વર્ષીય કિશોર ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો શિકાર થયો. વીજ વાયરમાં ફસાયેલ પતંગની દોરી કાઢવા જતાં કિશોરને કરંટ લાગ્યો અને તે ગંભીર રીતે દાઝી ગયો. આ ઘટનાની કિશોરના પરિવાજનોને જાણ થતાં તત્કાળ ઘટનાસ્થળ પર આવ્યા અને સારવાર માટે તેને સયાજી હોસ્ટિપલ લઈ ગયા. જ્યાં સારવાર દરમ્યાન ૧૫ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું.