લોકસભા ટીમ અને રાજ્યસભા ટીમ વચ્ચે રમાશે ક્રિકેટ મેચ
પક્ષ-વિપક્ષના નેતા હશે એક જ ટીમમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન પક્ષ-વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા જોવા મળી છે. ત્યારે હવે તમામ પક્ષોના સાંસદો ક્રિકેટના મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવા મળવાના છે . હકીકતમાં ૧૫ ડિસેમ્બરનો દિવસ સાંસદો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ દિવસે સાંસદો નેશનલ સ્ટેડિયમમાં એકસાથે ક્રિકેટ રમતા જોવા મળશે. તમામ રાજકીય પ્રતિસ્પર્ધીઓ ડ્રગ વિરોધી અને ટીબી મુક્ત ભારત અભિયાનના બેનર હેઠળ લોકસભા વિરુદ્ધ રાજ્યસભા વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે. બધા નેતાઓ આ ક્રિકેટ મેચમાં પોતાની કુશળતા દર્શાવતા જોવા મળશે. અનુરાગ ઠાકુરે પુષ્ટિ કરી હતી કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો પણ સંપર્ક કરવામાં આવશે અને તેઓ નીચલા ગૃહની ટીમ ૧૧માં જોડાઈ શકે છે.
સંસદમાં ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શાસક પક્ષના સભ્યો વિપક્ષી સભ્યો એકસાથે મેદાનમાં એક ટીમ તરીકે રમશે. આ ક્રિકેટ મેચના આયોજન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ક્રિકેટ પ્રેમી અનુરાગ ઠાકુરનું મગજ છે. તેમણે કહ્યું હતું કે, તમામ સાંસદોને ખુલ્લું આમંત્રણ છે અને રાહુલ ગાંધી પણ આ ટીમમાં જોડાઈ શકે છે. સાંસદોમાં સૌથી વધુ માંગ એવા સાંસદોની છે જે ભૂતકાળમાં ક્રિકેટર રહી ચૂક્યા છે. યુસુફ પઠાણ નીચલા ગૃહમાં ટીમનો ભાગ હશે. આ મેચનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવશે અને તે નેશનલ સ્ટેડિયમ, દિલ્હી ખાતે ૧૫ ડિસેમ્બરના શરુ થશે.
સ્પીકર-૧૧ની સંભવિત ટીમ (લોક સભા)
અનુરાગ ઠાકુર (ભાજપ)
કિરણ રિજીજુ (કાયદા મંત્રી, ભાજપ)
કમલેશ પાસવાન (ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી, ભાજપ)
મનોજ તિવારી (ભાજપ)
ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ)
દીપેન્દ્ર હુડ્ડા ભાજપ (કોંગ્રેસ)
યુસુફ પઠાણ (TMC)
ચેરમેન-૧૧ની સંભવિત ટીમ (રાજ્ય સભા)
જયંત ચૌધરી (RLD) (સંભવિત કૅપ્ટન)
મિલિંદ દેવરા (ભાજપ)
સંજય ઝા (JDU)
શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ)
રાઘવ ચઢ્ઢા (AAP)
ડેરેક ઓ’બ્રાયન (TMC)
નીરજ શેખર (ભાજપ)