આરોપીએ તેની પુત્રીના મિત્રને ફસાવવા માટે કેન્દ્રીય મંત્રીને ખંડણીનો કર્યો મેસેજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ૫૦ લાખ રૂપિયાનો ખંડણીનો મેસેજ મોકલનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં એક આશ્ચર્યજનક બાબત બહાર આવી છે. હકીકતમાં, આરોપીએ તેની પુત્રીના મિત્રને ફસાવવા માટે કેન્દ્રીય મંત્રીને પૈસાની માંગ કરતો મેસેજ મોકલ્યો હતો. પોલીસે આરોપી મિનાજુલ અંસારીની રાંચી નજીકથી ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ૬ ડિસેમ્બરની સાંજે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ૫૦ લાખની ખંડણી માંગી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ DCP એ તેમની સાથે મુલાકાત કરી હતી. તપાસ દરમિયાન મેસેજ મોકલનાર નંબર રાંચીનો કાંકેનો હોવાનું જાણવા મળ્યું હતું. પોતે રક્ષા રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, તેમણે આ મામલે ઝારખંડના DCP અનુરાગ ગુપ્તાને પણ ફરિયાદ કરી છે. સંજય શેઠે કહ્યું કે, પોલીસ સંપૂર્ણ સહકાર આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, સંજય સેઠ રાંચીથી બીજેપીના લોકસભા સાંસદ છે. મળતી માહિતી મુજબ, રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠના મોબાઈલ પર લગભગ ૪ વાગ્યે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.