હમણાં આંદોલન અંગે રણનીતિ ઘડવામાં આવશે
ખેડૂત આંદોલન મુદ્દે પંજાબમાં રાજકારણ ગરમાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બોર્ડર પર દેખાવો-પ્રદર્શનો સાથે દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનો કાફલો પણ તેમને દિલ્હી જતા અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે મોટી જાહેરાત કરી છે.
કિસાન મજદૂર મોરચાના પ્રમુખ સરવણ સિંહ પંઢેરે કહ્યું કે, ‘શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી કૂચ નહીં કરે. હમણાં આંદોલન અંગે રણનીતિ ઘડવામાં આવશે. જે રીતે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને મહિલા પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે નિંદનીય છે. અમે વધુ ચર્ચા કરીશું.’ ખેડૂતોએ દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હરિયાણા પોલીસે તેમના બંને પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે અને આગળ જતા અટકાવ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ મનમોહનની બેંચે કહ્યું કે, ‘આ મામલો પહેલાથી જ વિચારણા હેઠળ છે.
એક જ કેસની અરજી પર વારંવાર વિચારણા ન કરી શકાય. અરજીમાં માંગ કરાઈ છે કે, કેન્દ્ર સરકાર અને સત્તાવાળાઓ દ્વારા પંજાબના જે માર્ગો પર અવરોધ ઉભો કરાયો છે, તેને હટાવવાનો આદેશ આપવામાં આવે. બેંચે અરજદાર ગૌરવ લૂથરાને કહ્યું કે, ‘તમે વારંવાર અરજી દાખલ ન કરો. કોર્ટે અરજીને પેન્ડિંગ કેસ સાથે જોડવાનો પણ અરજદારને ઈન્કાર કરી દીધો છે.’ સરવણ સિંહ પંઢેર ખનૌરી બોર્ડર પર જગજીત ડલ્લેવાલની હાલત જાણવા માટે જવાના છે.
DIG મનદીપ સિંહ સિદ્ધુ પણ ખનૌરી જવાના છે. અહીં ડલ્લેવાલના આરોગ્ય અંગે વાતચીત કરવામાં આવશે. બીજીતરફ ખેડૂત આંદોલન મુદ્દે પંજાબમાં રાજકારણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું કે, ‘ખેડૂતો માત્ર એટલી માંગ કરી રહ્યા છે કે, MSP પર કાયદાકીટ ગેરંટી ન આપવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકારનો વ્યવહાર યોગ્ય નથી. ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. તેમને દિલ્હી જવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ પણ સ્જીઁ પર કાનૂની ગેરંટીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમને તક મળશે તો અમે સંસદમાં શૂન્યકાળ અથવા પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું.