રાજ્યનાં પોલીસ વડાને મળી હતી તોડબાજીની ફરિયાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પોલીસનાં ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે. રાજ્યનાં પોલીસ વડાને મળેલ તોડબાજીની ફરિયાદનાં આધારે ૧૩ પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૩ પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. SMC દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસનો આદેશ આપ્યો છે. તેમજ ૧૩ વહીવટદારોની બદલીનાં આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ૧૩ માંથી ૩ પોલીસકર્મચારી કાયદાકીય મદદ લેવા જતા આવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
અમદાવાદ શહેરમાં પણ પોલીસ વહીવટદારોનો પણ વિવાદ વકર્યો છે. ૧૩ વહીવટદારોની બદલી બાદ કાર્યવાહી થઈ છે. તેમજ તેઓની સંપત્તિની પણ તપાસ થશે. ત્યારે ગુજરાત પોલીસનાં ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની બાબત સામે આવી છે. તેમજ જીસ્ઝ્ર દ્વારા જીલ્લા એસપીઓ પાસેથી પણ માહિતીઓ મંગાવાઈ છે. રાજ્ય પોલીસ વડાનો આ હુકમ હાલ ચર્ચાઓ ચઢ્યો છે.
આ ૧૩ પોલીસ કર્મચારીઓ સામે તપાસનો DGP નો આદેશ
રાજેન્દ્રસિંહ અજિત સિંહ ગોહિલ-તાપી
કેયુર ધીરુભાઈ બારોટ-જૂનાગઢ
સિરાજ રજાકભાઈ મનસુરી- પોરબંદર
હરવિજયસિંહ દિલીપસિંહ ચાવડા-અમરેલી
જગદીશ કાંતિલાલ ચૌધરી-પશ્ચિમ કચ્છ
મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર-જામનગર
ફિરોજખાન મુનસફખાન પઠાણ- બોટાદ
ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા
મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર
લાલજી ચતુરભાઈ દેસાઈ- દ્વારકા
સમીઉલ્લા યાવરમિયાં ઠાકોર – રાજકોટ ગ્રામ્ય
જીવણ મેઘજી યાદવ – મહીસાગર
અક્ષયસિંહ સામસિંહ પુવાર- પૂર્વ કચ્છ
રાજ્ય સરકારે વર્ગ ૩ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો ર્નિણય કર્યો છે.
સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ ૩ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે. અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી ૧૫ જુલાઈ સુધી વર્ગ ૩ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે. અગાઉ ભરતી અને બઢતીના નિયમમાં સુધારો કરાયો હતો.