પોલીસ અને પ્રશાસનને તપાસ કરી પણ કઈ મળ્યું નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના આગ્રાથી મોટા સમાચાર બહાર આવ્યા હતા.. આગ્રાના તાજમહેલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા આગ્રામાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે, પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.
બોમ્બની ધમકી મળતા તરત જ પોલીસ અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. તાજમહેલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળ્યા બાદ સંકુલમાં તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે સ્મારકની તપાસ શરૂ કરી હતી.
દરેક ખૂણે-ખૂણે ચેકિંગની સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામા આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તાજમહેલના ગેટ, તેની આસપાસ અને દશેરા ઘાટ પર તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ પછી તાજમહેલના રસ્તાઓ પર બનાવવામાં આવેલા અવરોધો પર કડકાઈ વધારી દેવામાં આવી હતી. તાજ સિક્યુરિટી અરીબ અહેમદે કહ્યું કે, ઈમેલ મોકલનારની તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં કંઈ મળ્યું નહતું.