નરસંહાર માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરતી સંસ્થા ૈંજીદ્ભર્ઝ્રંદ્ગ સાથે સંકળાયેલા સંત ચિન્મય કૃષ્ણદાસને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. બાંગ્લાદેશના હિન્દુઓમાં પણ આની સામે રોષ છે. આ દરમિયાન પૂર્વ ઁસ્ શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે, બાંગ્લાદેશમાં થઈ રહેલી નરસંહાર માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર છે. શેખ હસીનાએ તો મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાના માસ્ટરમાઈન્ડ પણ ગણાવ્યા છે.
શેખ હસીનાએ અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા કહ્યું કે, મંદિરો અને ચર્ચો પર થયેલા હુમલા પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તેઓ આ ઘટનાઓ પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે કામ કરી રહ્યા છે. ૫ ઓગસ્ટે તખ્તાપલટ બાદ ભારત આવેલા શેખ હસીનાએ કહ્યું કે, ‘આજે મારા પર નરસંહાર કરવાનો આરોપ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, મોહમ્મદ યુનુસ આ કરી રહ્યા છે. તે સંપૂર્ણ ડિઝાઇન સાથે કામ કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થી સંગઠનોના નામે સત્તામાં છે અને હવે લઘુમતીઓની હત્યા થઈ રહી છે. તે તેમના માસ્ટરમાઇન્ડ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા તારિક રહેમાને પણ કહ્યું છે કે, જો હત્યાઓ ચાલુ રહેશે તો સરકાર નહીં ચાલે.
ઉલ્લેખનીય છે કે, તારિક રહેમાન બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતા બેગમ ખાલિદા જિયાના પુત્ર છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની ત્યારથી જ લઘુમતીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં તેમના ઘરો સળગાવવામાં આવ્યા, દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કરવામાં આવ્યો અને હવે હિંસાની નવી લહેર ચાલી રહી છે. કૃષ્ણની ભક્તિનો પ્રચાર કરતી સંસ્થાને પણ નિશાન બનાવવામાં આવી રહી છે.