આરોપી હત્યા કરી ઘટનાસ્થળ પર બેઠો રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાડોશીઓના ચીસોનો અવાજ સાંભળીને લોકોએ પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગેટનો લોક તોડીને અંદર પહોંચી. અંદર બે મહિલા લોહીથી લથબથ હાલતમાં પડી હતી. આરોપી ત્યાં બેડ પર બેઠો હતો. પોલીસે ધરપકડ કરી તો આરોપીએ સનસનીખેજ ખુલાસો કર્યો.
આરોપીએ પોલીસને કહ્યું કે, “તેને પત્ની અને સાસુની હત્યા કરવાનો કોઈ અફસોસ નથી. આરોપીએ કહ્યું કે, આ જ કારણ હતું કે, હું અહીંથી ભાગ્યો નથી. મેં ૭ વર્ષ પહેલા માસીની દીકરી કામિની સિંહ સાથે લવ મેરેજ કર્યા હતા. તેના માટે મેં બધું જ છોડી દીધું, પણ મારી પત્ની કામિનીએ મને દગો આપ્યો. તેનું દિલ્હીના એક યુવક સાથે અફેર ચાલતું હતું. મેં તેને વારંવાર સમજાવી પણ તે માની નહીં. મારી સાસુ પણ તેનો સાથ આપતી હતી. એટલા માટે તેની પણ હત્યા કરી નાખી.”
આરોપી પીટર જોસેફ એક ખાનગી કંપનીના કેન્ટીનમાં કામ કરતો હતો. આમ તો તે મૂળ બુલંદશહરના કોતવાલી વિસ્તારનો રહેવાસી હતો. આરોપીએ જણાવ્યું કે, ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતી માસી પુષ્પની દીકરી કામિની સિંહ સાથે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. કામિની બાદમાં પિયરમાં રહેવા લાગી. પતિ પીટર જોસેફે પણ તેની સાથે આવીને રહેવા લાગ્યો. લગ્નના થોડા જ દિવસોમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. કામિની ફોન પર વાત કરતી હતી. પીટરને શંકા હતી કે તેનું દિલ્હીના એક છોકરા સાથે લફરું ચાલે છે. કામિની પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી. જેથી જોસેફ અને કામિનીમાં આ વાતને લઈને ઝઘડો થયો. જ્યાં ગુસ્સામાં આવીને જોસેફે તેની હત્યા કરી દીધી તેમજ. વચ્ચે પડેલી સાસુને પણ જમાઈએ મારી નાખી.