ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ લગ્નની વાત કરતા યુવતીને તરછોડી દીધી
ગોત્રી પોલીસે આરોપીની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરાયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગોત્રી સંસ્કાર નગરમાં રહેતા યુવાને ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ યુવતીએ લગ્નની વાત કરતા તેણીને તરછોડી દીધી. જેના પગલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
નોધાવેલ ફરિયાદ અનુસાર લગ્નની લાલચે હોટેલમાં લઈ જઈ યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણ્યું. તેના પછી યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે તેને અપશબ્દો કહ્યા હતા અને તેની જાતિ અંગે અભદ્ર શબ્દોમાં વાત કરી હતી.આમ જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ યશવંત ભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપી સામે એટ્રોસિટી એક્ટ તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.