ઘટનાસ્થળેથી સફેદ પાઉડર મળી આવતા ખળભળાટ મચ્યો
વિસ્ફોટના કેસમાં NIA જોડાઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં ફરી એકવાર ભયાનક વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. જે વિસ્ફોનો સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જે અંગેની માહિતી પોલીસને આપવામાં આવતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં વિસ્ફોટ કયા કારણોસર થયો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારે હજુ સુધી જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. જો કે ઘટનાસ્થળેથી સફેદ પાઉડર મળતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં હવે NIA ની ટીમે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૦ ઓક્ટોબરે પણ પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, તેમને વિસ્ફોટની માહિતી મળતા ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ પ્રશાંત વિહાર વિસ્તારમાં સ્થિત બંસી સ્વીટ્સની સામે એક સ્ટ્રીટ વેન્ડર પાસે થયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ ૨૦ ઓક્ટોબરે પણ રોહિણી વિસ્તારમાં પ્રશાંત વિહાર સ્થિત CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી શાળાની દિવાલ, નજીકની દુકાનો અને એક કારને નુકસાન થયું હતું.
શંકાસ્પદ વિસ્ફોટના કિસ્સામાં, પોલીસને સ્થળ પરથી સફેદ પાવડર જેવો પદાર્થ મળ્યો છે, જોકે તે શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ બ્લાસ્ટને લઈને હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. પોલીસ ટીમ તપાસમાં વ્યસ્ત છે કે આ કયા પ્રકારનો વિસ્ફોટ છે.