આતંક સંબંધી ગુનાઓ બદલ ભારત લાવવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે NIA દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રેડ નોટિસ અંતર્ગત ઇન્ટરપોલ ચેનલો મારફતે રવાંડાથી ભારત પરત લાવવામાં આવ્યો છે. આ મામલે NIA અને કિગાલીની ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો વચ્ચે ગાઢ સંકલન થયું છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુનાહિત ષડયંત્રના ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓ સંબંધિત કેસ નોંધ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય હોવાને કારણે સલમાન રહેમાન ખાને બેંગલુરુ શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવા માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પ્રદાન કરાવવામાં મદદ કરી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ ૧૪૯/૨૦૨૩ પણ નોંધવામાં આવી હતી.
NIA ના અનુરોધ પર CBI એ તારીખ ૦૨ ઓગસ્ટના રોજ ઇન્ટરપોલથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી અને વોન્ટેડ ગુનેગારને ટ્રેક કરવા માટે વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી. જે બાદ કિગાલીની ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરોની સહાયથી આ વ્યક્તિ રવાંડામાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દ્ગૈંછની એક સુરક્ષા ટીમ દ્વારા આજે તારીખ ૨૮ નવેમ્બરના રોજ તેને ભારત પરત લાવવામાં આવ્યો છે. તાજેતરમાં, CBI ને વધુ બે રેડ નોટિસ સબ્જેક્ટસને ભારતમાં લાવવામાં સફળતા મળી છે. જેમાં બરકત અલી ખાન અને રૈહાન અરબિકલારિક્કલના નામ સામેલ છે.
બરકત અલી ખાનઃ આ આરોપી CBI કેસ મુંબઈમાં વોન્ટેડ હતો. તેના પર રમખાણો અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ છે. તેને ૧૪ નવેમ્બર ૨૦૨૪ના રોજ સાઉદી અરેબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. CBI ને ૦૬.૧૨.૨૦૨૨ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ વિષય પર રેડ નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી.
રૈહાન અરબિકલારિક્કલ : આ આરોપી કેરળ પોલીસ કેસ નંબર ૩૩૧/૨૦૨૨માં સગીર સાથે દુષ્કર્મ અને જાતીય શોષણ માટે વોન્ટેડ હતો. તેને ૧૦ નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. કેરળ પોલીસના અનુરોધ પર ઝ્રમ્ૈંએ ૨૭-૧૨-૨૦૨૩ના રોજ આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. રિયાધની ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરોની સહાયથી સાઉદી અરબમાં તેનું જિયોલોકેશન મળી આવ્યું હતું.
ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે CBI INTERPOL ચેનલો સહકાર માટે ભારતમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી સંકલન કરે છે. ૨૦૨૧થી, આ વર્ષે ૨૬ સહિત ૧૦૦ જેટલા વોન્ટેડ ગુનેગારોને ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને ભારત પરત લાવવામાં આવ્યા છે.