કોસંબા નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો

Share this Article:

બસ ખાડીમાં ખાબકતા માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્‌યો

૪૦ જેટલા મુસાફરોને સહીસલામત બસની બહાર કાઢ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

સુરતના કોસંબા નજીક બ્રિજ પર ખાનગી બસને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનથી મુંબઈ જતી બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્‌યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને બસના પતરાં ચીરીને ૪૦ જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા.

રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્‌યો હતો. અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને ૪૦ જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં ૨ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડ વિભાગે કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઇ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતા. જેના લીધે તમામ ૪૦ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઇ જઇ રહી હતી. ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાની સંભાવના છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.