૧૪૭ વર્ષ પહેલા કરાચીમાં કરાઈ હતી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના
કાલુપુર મંદિરના બે સંતો કરાચી જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાના વધુ એક ઈસ્લામિક દેશમાં પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર થશે. ૧૪૭ વર્ષ પહેલા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર દ્વારા પાકિસ્તાનના કરાચીમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.બંને દેશ વચ્ચે ભાગલા પડવાને કારણે વર્ષ ૧૯૪૮માં સમુદ્ર માર્ગે કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનની બે મૂર્તિ પૈકીની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ખાણ ગામમાં પધરાવવામાં આવી હતી.
હવે પાકિસ્તાનના કરાચીમાં સ્થિત સ્વામિનારાયણ ભગવાનના મંદિરના નવનિર્માણ માટે પ્લાન તૈયાર કરાયો છે. કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી કરાચીની મુલાકાત લેશે અને તેમના માર્ગ-દર્શનમાં મંદિરનો જીણોદ્ધાર કરાશે.મંદિર પરિસરમાં મહિલા ઉતારા ભવન, સત્સંગ સભા અને હોલ પણ બનાવાશે.
પાકિસ્તાનના કરાંચીમાં કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી મુલાકાત લેશે. મંદિરનું પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ કરાવશે.મંદિરના કોઈ ટ્રસ્ટી કે સંત ૧૯૬૯ બાદ કરાચી મંદિરની મુલાકાત નથી લીઘી. ૧૪૭ વર્ષ અગાઉ કાલુપુર સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરની સ્થાપના થઇ હતી. કરાંચી મંદિરમાં મહિલા ઉતારા ભવન, સત્સંગ સભા યોજવાનું પણ આયોજન કરવામાં આવે છે.
૧૯૪૭માં ભાગલા વખતે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામમાં લવાઈ હતી. અન્ય એક મૂર્તિ કરાચી મંદિરમાં જ રખાઈ હતી. સીંધ પ્રદેશના હરિભક્તો દ્વારા મંદિરને દાન અપાય છે. પાકિસ્તાનમાં દર વર્ષે એક થી બે કરોડ રૂપિયાનું દાન મળે છે. ૧૪૭ વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી. લીઝ વધારવા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.