ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જી ભાન ભૂલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, બોપલ-આંબલી રોડ પર સોમવારે સવારે ૯ વાગ્યે દારૂ પીધેલ હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને ઘણા વાહનોને અડફેટે લેનાર રીપલ પટેલને માત્ર ૨૪ કલાકમાં જ જામીન મળી ગયા છે. દુર્ઘટના બાદ પોલીસે નબીરા રીપલની અટકાયત કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતાં ૧૫ હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા છે. કારનો નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો હતો.
ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
વૈભવી કાર લઇને રસ્તે નીકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હતો.