રોજગાર વિભાગની કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં જુના સચિવાયલયમાં આગ ફાટી નીકળતા ભયનો માગોલ છવાયો હતો. જુના સચિવાલયમાં આવેલા શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં મોટાભાગના દસ્તાવેજાે અને કોમ્પ્યુટર બળીને રાખ થઈ ગયા હતા.
આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ફાયરની ગાડીઓ સાથે ઘટનાસસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવ સંદર્ભે FSL દ્વારા કરવામાં આવશે તપાસ એમ સુત્રોએ જણાવ્યું હતું. આગમાં ફર્નિચર પણ બળીને રાખ થઈ ગયું હતું. જોકે આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.