જૂનાગઢના PI સંજય પાદરીયાએનો પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર હુમલો
હુમલાના CCTV ફૂટેજ મળી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. રાજકોટમાં એક મોટી ઘટના બની હતી. જેમાં રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે આ મામલે હજુ સુધી PI પાદરિયાની ધરપકડ કરવામાં આવી નથી.
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે, સામાજિક પ્રસંગના જમણવાર દરમિયાન જ જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જમણવાર પછી પાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તે બાદ મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જંયતિભાઈનો આરોપ છે કે, PI પાદરિયાએ માથાના ભાગે હથિયાર જેવા પદાર્થથી હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે, સૂત્રો પાસેથી PI પાદરિયા રજા પર હોવાનું જાણવા મળ્યુ છે. PI ના હથિયાર જમા કરાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી બાજુ CCTV ફૂટેજમાં પણ PI પાસે હથિયાર હોય તેમ લાગતું નથી.
જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર લગાવ્યો છે. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાના PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. આ મામલે અત્યારે રાજકોટ તાલુકા પોસીલે સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધી દીધી છે.