સગીરાએ પ્રેમી સાથે મળીને બાપને લૂંટવાનો પ્લાન બનાવ્યો
અપહરણનો વિડીઓ બનાવી પરિવારને મોકલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રેદેશમાં અપહરણનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી સોનભદ્ર SP અશોક કુમાર મીણાને અપહરણકર્તાની ધરપકડ અને છોકરીને હેમખેમ પાછી લાવવા માટે SOG, સર્વિલાન્સ અને મ્યોરપુર પોલીસની ટીમ બનાવી હતી.
પોલીસ ટીમે તપાસ શરૂ કરી તો મામલો કંઈક જુદો જ નીકળ્યો. પોલીસે જ્યારે છોકરીને શોધી કાઢી તો પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે પ્રેમીને ૧૦ લાખ રૂપિયા આપવા માટે અપહરણનું નાટક રચ્યું અને વીડિયો બનાવીને પરિવારને મોકલ્યો.
સર્વિલાન્સની મદદથી કથિત વીડિયોની તપાસ શરૂ થઈ તો, લોકેશનના આધાર પર છોકરી હેમખેમ મળી આવી, જ્યારે તેનો પ્રેમી પંકજ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. છોકરી સાથે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, અપહરણ થયેલી છોકરી પોતાના પ્રેમી શિક્ષકને મળીને ૧૦ લાખ રૂપિયા લેવા માટે અપહરણનું નાટક કર્યું હતું. હવે પોલીસે આરોપી પંકજની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં પોલીસે આ કેસનો ભાંડો ફોડશે.
૧૯ વર્ષિય સગીરા ચાર દિવસથી ગુમ હતી. સગીરા દસમા ધોરણની વિદ્યાર્થિની છે. ૧૮ નવેમ્બરે તે પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. તે ૧૯ નવેમ્બરના સાંજના પાંચ વાગ્યે અચાનક ગુમ થઈ હતી. પરિવારે પહેલા ગામ અને સંબંધીઓને ત્યાં તપાસ કરી, પણ ક્યાંય મળી નહીં. આ દરમિયાન ૨૩ નવેમ્બરે ભાઈના મોબાઈલ પર વીડિયો મેસેજ મળ્યો. વીડિયોમાં તેણીના હાથ-પગ બંધાયેલા અને રડતી દેખાતી હતી.
વીડિયોમાં સગીરા પોતાના પિતાને પોતાનો જીવ બચાવવા માટે કહી રહી હતી અને “આ લોકો બહુ મારે છે, ખાવાનું પણ આપતા નથી.” વીડિયો મોકલનારાએ છોકરીની સલામતી માટે પૈસા મોકલવાની વાત કહી. બીજા દિવસે સવારે ફરી વીડિયો મોકલ્યો, જેમાં ચેતવણી આપી કે “પોલીસને જાણકારી આપશો તો છોકરીની હત્યા કરી નાખીશું.”
સોનભદ્રના SP અશોક કુમાર મીણાએ જણાવ્યું કે, “૨૫ તારીખે અપહરણ છોકરીના ભાઈના મોબાઈલ પર એક વીડિયો આવ્યો હતો, જેમાં ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી, જો નહીં આપે તો છોકરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે છોકરીને હેમખેમ પકડી પાડી છે. છોકરીએ ખુદ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. આ ઘટનામાં તેનો પ્રેમી પંકજ પણ સામેલ છે. આરોપી પંકજ ફરાર છે.”