જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
દોઢ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી ઘાસબ્રીડમાં આગ લાગતા વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. બપોરના સમયે આગ લાગતા વેળાએ પવન ફુકાતા જોતજોતામાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને ગણતરીની મિનિટોમાં જ ચાર હેક્ટર જમીનમાં આગ ફેલાઈ જતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ દોઢ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવતા શું કોઈએ હાશકારો લીધો હતો.જોકે પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ખરેખર આગ કયા કારણથી લાગી હતી.જે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રામપુરા રેન્જમાં કાળીતળાઈ ઘાટાપીર વિસ્તારમાં અત્યારે વન વિભાગ બી દેખરેખમાં ઘાસ કાપવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના સુમારે ઘાસ કાપી રહેલા મજૂરોના જણાવ્યા અનુસાર વીજપોલમાં શોર્ટસર્કિટથી ઉડેલા તણખલા ઘાસમાં પડતાં આગ લાગી હતી. તે સમયે ભારે પવન ફુકાતા. સૂકી ઘાસમાં આગ વધુ વકરી હતી. અને દાવા નળ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ ની ટીમ દોડી આવી હતી અને પાણીના ટેન્કરથી આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.જોકે રામપુરા રેન્જમાં દૂર દૂર સુધી ઘાસ ઉગેલી હોવાથી આગ વધુ વિકરાલ બને તે પહેલા વન વિભાગે સતર્કતા વાપરી દાહોદ ફાયર બ્રિગેડની ઘટનાની જાણ કરી હતી. થોડીવારમાં ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.