લાર્સન એન્ડ ટુબ્રોના એન્જિનિયરે બેઠકમાં કરી વાત
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામલલાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. મંદિર સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે અમારું લક્ષ્ય માર્ચ ૨૦૨૫ સુધી મંદિરને પૂરું કરવાનું હતું પરંતુ હવે એવું લાગે છે કે આ કાર્યમાં હજુ થોડો સમય લાગશે. તેમણે બે દિવસીય બેઠક બાદ આ વાત કહી અને એ પણ જણાવ્યું કે આમાં હજુ થોડો સમય બાકી છે. તેમણે માર્ચ ૨૦૨૫ના બદલે જૂન ૨૦૨૫ સુધી આને પૂરું કરવાની શક્યતા વ્યક્ત કરી છે. લાર્સન એન્ડ ટુબ્રોના એન્જિનિયર વારંવાર કહી રહ્યાં છે કે જો વધુ દબાણ નાખશો તો ગુણવત્તા પર અસર પડશે. આ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ વિસ્તારની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો કરી રહી છે. આ વિશ્વની ટોપ ઈન્ફ્રા કંપનીઓમાં સામેલ છે.’
તેમણે કહ્યું કે ‘આપણે તેમની આ વાતનું સન્માન કરવું પડશે. અમે ૩૦ જૂન ૨૦૨૫ સુધીનો પ્રયત્ન કરી રહ્યાં છીએ ત્યાં સુધી તમામ કામ પૂરું થઈ જવું જોઈએ. મંદિર નિર્માણનું પૂરું કાર્ય ૩૦ જૂન ૨૦૨૫ સુધી પૂરું થઈ જશે. મંદિર નિર્માણનું લગભગ ૬૦% કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે. અમે જે સમીક્ષા કરી તેમાં મુખ્ય વાત એ હતી કે મંદિરમાં નીચેના ચબૂતરા પર જ્યાં રામ કથાના ચિત્ર લગાવવાના છે તેને અંતિમરૂપ આપવામાં થોડું અઘરું છે. અમે ભિત્ત ચિત્ર કાપી શકતાં નથી, તેમાં કથાની નિરંતરતા હોવી જોઈએ. તેથી આમાં ખૂબ સમય લાગ્યો, અમારા કલાકારોએ અમુક રીત સૂચન કરી છે. રાત્રે તેનો અભ્યાસ કર્યો છે, તેનું નિરીક્ષણ કરવામાં આવશે.’
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. આ દરમિયાન મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરની દિવાલો અને સ્તંભો પર બનનારી મૂર્તિઓની નવી તસવીર સામે આવી છે. આ મૂર્તિઓમાં રામ કથાના પ્રસંગ અને મહાબલી હનુમાનની મૂર્તિઓ છે. પહેલી વખત નિર્માણાધીન શિખરની તસવીર પણ સામે આવી છે. મંદિરની દિવાલો અને સ્તંભો પર બની રહેલી મૂર્તિઓ ખૂબ સુંદર છે. રામ મંદિરને ભવ્ય બનાવવાની સાથે જ દિવાલો અને સ્તંભોના આર્ટવર્ક અને મૂર્તિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન મંદિરના સિંહ દ્વાર પર લાગેલું આર્ટવર્ક સામે આવ્યું છે. આ સાથે જ મહાબલી હનુમાનની અન્ય મૂર્તિઓ પણ છે. આ રંગ મંડપની દિવાલો અને સ્તંભો પર લાગશે. મંદિરના બંને માળ પર આઇકોનોગ્રાફી દ્વારા મૂર્તિઓ કંડારવામાં આવી રહી છે. આમાં ઘણી મૂર્તિઓ રામ અનન્ય ભક્ત મહાબલી હનુમાનની છે.