માતાજીનો ભડારો છલકાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં માતાજીનો ભંડારો છલકાયો હતો. દિવાળીથી દેવ-દિવાળી સુધીના દિવસોમાં ૧.૬૫ કરોડથી વધુનું દાન મળ્યું હતું. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બિંદુ અને ગુજરાત અને દેશનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં મા અંબા બિરાજમાન છે અને વર્ષે દહાડે લાખો લોકો દેશ-વિદેશથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે.
અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડારો ખૂલતો હોય છે અને ૭૦થી વધુ કર્મચારીઓ સીસીટીવી ફૂટેજમાં આ ભંડારાની ગણતરી કરતાં હૉય છે. છેલ્લા ત્રણ મંગળવાર એટલે કે દિવાળી અને દેવ દિવાળીનાં વચ્ચેના દિવસોમાં લાખો લોકો માતાજીનાં મંદિરે દર્શને આવ્યા અને યથાશકિત દાન પણ કર્યું, આ ત્રણ મંગળવારનાં ભંડારાની કુલ આવક ૧.૬૫ કરોડ જેટલી આવી હતી અને માતાજીનો ભડારો છલકાયો હતો.