પૂર્વ અને વર્તમાન ક્રિકેટર્સને પેન્શન આપવાનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં નિવૃત્ત ક્રિકેટર્સને મહિને રૂ. ૧૫ હજાર પેન્શન અને રણજીના ખેલાડીઓને રૂ. ૧૦ હજાર અને રિઝર્વ પ્લેયરને રૂ. ૫ હજાર પ્રતિ દિન આપવાનો ર્નિણય લેવાયો છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ વિમેન્સ ODI ના આયોજન અને પ્રેક્ષકો એકત્ર કરવા સબ કમિટી બનાવાઈ છે.
BCA હાઉસ ખાતે પ્રમુખ પ્રણવ અમીનના નેતૃત્વમાં એપેક્ષ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં પૂર્વ અને વર્તમાન ક્રિકેટર્સ માટે સર્વાનુમતે મહત્ત્વના ર્નિણય લેવાયો છે. મ્ઝ્રછ એ હવે ૨૦૨૫થી પૂર્વ ફર્સ્ટ ક્લાસ મેન્સ અને વિમેન્સ ક્રિકેટર્સને દર મહિને રૂ. ૧૫ હજારનું પેન્શન આપશે. ૧ થી ૨૫ રણજી મેચ રમેલા પૂર્વ ક્રિકેટર્સને તેનો લાભ મળશે.
બીજી તરફ, કોટંબી સ્થિત BCA સ્ટેડિયમમાં ડિસેમ્બરમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વિમેન્સ ટીમ વચ્ચે રમાનારી ત્રણ ODI માટે સબ કમિટીઓ બનાવાઈ છે. પ્રેક્ષકો એકત્ર કરવા સાથે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે એપેક્ષના સભ્યોને પણ જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ ૨૫મી નવેમ્બરે BCCI ની ટીમ સ્ટેડિયમના નિરીક્ષણ માટે આવશે. ૫૦૦ થી વધુ મેચમાં સ્કોરર તરીકે ફરજ બજાવનાર મ્ઝ્રઝ્રૈંની પેનલના સ્કોરર સુહાસ સૂપે નિવૃત્ત થયા છે.BCA દ્વારા આવતા વર્ષે ૧૫ થી ૨૯મી જૂન વચ્ચે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે. જેમાં પાંચ ટીમોનો સમાવેશ થાય છે. આ તમામ મેચ ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ થશે. આ ઉપરાંત હવે વિવિધ વયજૂથની ટીમ માટે ફુલ ટાઈમ પ્રોફેશનલ મેનેજરની પણ વરણી કરવાનો ર્નિણય લેવાયો છે