હાઈ સિક્યોરિટી સાથે મતદાન કરવા પહોંચ્યો સલમાન ખાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન યોજાયું હતું. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ મુખ્યત્વે ટક્કરમાં છે. એક તરફ સત્તાધારી મહાયુતિ છે, તો બીજી તરફ મહાવિકાસ અઘાડી.
મહાયુતિની આગેવાની ભાજપ કરી રહ્યું છે, તો MVA નું નેતૃત્વ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતા કરી રહ્યા છે. શરદ પવાર અને અજિત પવારની વચ્ચે ચૂંટણીનો મુકાબલો ફરીથી ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ફિલ્મી હસ્તીઓથી લઈને ઉદ્યોગજગતની હસ્તીઓ મતદાન કરવા પહોંચ્યા હતા.
બોલીવુડમાંથી ગીતકાર જાવેદ અખ્તર, ગીતકાર સંગીતકાર શંકર મહાદેવન, ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી, એક્ટ્રેસ માધુરી દીક્ષિત, એક્ટર જુનૈદ ખાન સહિતના કલાકારો મતદાન કરવા પહોંચ્યા હતા. બોલીવુડના દબંગ સલમાન ખાનની ફેમિલી પહેલા જ વોટ કરી ચુકી છે. હવે એક્ટર મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલમાં આવેલા પોલિંગ બૂથમાં મતદાન કરવા પહોંચ્યો છે. સલમાને હાઈ સિક્યોરિટીની વચ્ચે મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી તેને સતત ધમકી મળી રહી છે, જેના કારણે એક્ટરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે
સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ મતદાન કર્યું હતું. પાવર કપલ વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ કરતા જોવા મળ્યા હતા. એક્ટ્રેસ વ્હાઈટ કુર્તો-બ્લૂ જીન્સમાં જોવા મળી હતી. તો વળી સૈફ વ્હાઈટ ટી શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. કરીનાની બહેન કરિશ્મા પણ પોલિંગ બૂથ પર પહોંચી હતી.