મામા- ભાણેજના જંગમાં મામાની પેનલે જીત મેળવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે.આપણે જણાવી દઈએ કલ્પક મણિયારની સંસ્કાર પેનલના ઉમેદવારો હાર્યા છે. ત્યારે ભાજપ ઇજીજીના ટેકા વાળી પેનલનો વિજય થયો છે.આજે સવારે ૧૦ઃ૩૦ વાગ્યા સુધીમાં હાઈ-પ્રોફાઈલ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહયોગ પેનલનો વિજય થયો છે. સહયોગ પેનલના તમામ ઉમેદવારો જીત્યા છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય થયો છે જ્યારે કલ્પક મણિયારની સંસ્કાર પેનલનો પરાજય થયો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહયોગ પેનલનો વિજય થયો છે. સહયોગ પેનલના તમામ ઉમેદવારો જીત્યા છે. જેમાં મામા જીત્યા છે અને ભાણેજ નાગરિક બેંકની ચૂંટણીમાં હારી ગયા છે. જ્યોતિન્દ્ર મહેતાની સહયોગ પેનલનો વિજય થયો છે. કલ્પક મણિયાર સંસ્કાર પેનલ હારી ગઈ છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સહયોગ પેનલના કીર્તિદાબેન જાદવનો વિજય થયો છે. સહયોગ પેનલના જ્યોતિબેન ભટ્ટનો વિજય થયો છે. કીર્તિદાબેન જાદવને ૨૮૬ મત મળ્યા હતા. જ્યારે જ્યોતિબેન ભટ્ટને ૨૯૦ મત મળ્યા હતા.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. કુલ સરેરાશ મતદાન ૯૬.૩૯% હતું. રાજકોટ મતદાન મથક પર ૯૬.૪૩% મતદાન થયું હતું. ૩૩૨ પ્રતિનિધિઓમાંથી ૩૨૦એ મતદાન કર્યું છે.
નાગરિક બેંકની ચૂંટણીનો મામલે કલ્પક મણિયારના ભાઇ મિહિર મણિયારે મીડિયા સાથે વાત કરી છે.જેમા કલ્પક મણિયારની સંસ્કાર પેનલે હાર સ્વીકારી છે . અને નાગરિક બેન્કની ચૂંટણી એકતરફી હોવાની વાત કરી છે. ચૂંટણી દરમિયાન સહકાર પેનલે કાવા-દાવા કર્યાનો આક્ષેપ કર્યો છે અને નાગરિક બેંકની ચૂંટણીમાં પરાજય સ્વીકાર કરી છે.