બંને નેતાએ તાલુકા પંચાયતમાં પદાધિકારી કામ ન કરતા હોવાનો કર્યો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના મોટા લીલીયા તાલુકા પંચાયતના બે ભાજપના સભ્યોએ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામતે દ્વારા રાજીનામું આપ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પદાધિકારીએ દ્વારા કોઈ કામગીરી નહીં થતી હોવાનો બંને નેતાએ આક્ષેપ કર્યો છે.
તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામતે લીલીયા તાલુકા વિકાસ અધિકારીને સંબોધી પત્ર મારફતે રાજીનામું આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તાલુકા પંચાયતમાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને લોકોના કોઈ કામનો ઊકેલ આવતો નથી. ભાજપના જ બે સભ્યોએ રાજીનામા ધરી દેતા ભારે ખળભળાટ મચ્યો છે.