શિક્ષકોના પગાર અને ફીમાં દોઢ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના સંચાલક સામે કરોડની રકમની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ભરત બાંટિયા અને તેની પત્ની પુષ્પાબેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના સંચાલક સામે કરોડોની રકમની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ભરત બાંટિયા અને તેની પત્ની પુષ્પાબેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આચાર્યની લાયકાત નહીં હોવા છતા પુષ્પાબેનનું બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યુ હતુ. શિક્ષકના પગાર અને ફીમાં દોઢ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. સહી-સિક્કાનો દુરુપયોગ કરી ગોટાળો કર્યોનો આક્ષેપ કર્યો છે.
આ સિવાય સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભરત બાટીયાએ ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવીને કોલેજનું સંચાલન મેળવ્યુ હતું. જો કે હાલ તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ ખુલાસો થશે.