દિલ્હીમાં હિમાચલ ભવનને જપ્ત કરવાનો હાઈકોર્ટનો આદેશ

Share this Article:

HC નો હિમાચલ પ્રદેશ સરકારને મોટો ફટકો

(સંપૂર્ણ સમાચાર સેવા)

હિમાચલ પ્રદેશની સુક્ખુ સરકારને આજે મંગળવારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા સેલી હાઈડ્રો કંપનીને રૂ. ૬૪ કરોડના લેણાંની ચૂકવણી ન કરવા બદલ દિલ્હીમાં હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ આદેશ જારી કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, કંપનીને તેની બાકી રકમ વસૂલવા માટે હિમાચલ ભવનની હરાજી કરવાની મંજૂરી આપવામાં આવે.

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અજય મોહન ગોયલે રૂ. ૬૪ કરોડના લેણાંને લઈને આ આદેશ આપ્યો હતો. હકીકતમાં, કંપનીને રાજ્યના ઉર્જા વિભાગ પાસેથી વ્યાજ સહિત આ રકમ મળવાની હતી, જે હજુ સુધી આપવામાં આવી નથી. હાઇકોર્ટે ઉર્જા વિભાગના અગ્ર સચિવને આદેશ કર્યો છે કે, કયા અધિકારી કે અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી આ રકમ કેમ જમા કરવામાં આવી નથી તેની હકીકતલક્ષી તપાસ કરવી. આ સાથે કોર્ટે કહ્યું કે, દોષિત અધિકારીઓ પાસેથી વ્યક્તિગત રીતે આ વ્યાજની રકમ વસૂલવાના આદેશ આપવામાં આવશે.

હાઈકોર્ટે કેસની તપાસ માટે ૧૫ દિવસની સમયમર્યાદા નક્કી કરી છે અને આગામી સુનાવણી માટે ૬ ડિસેમ્બર, ૨૦૨૪ નક્કી કરી છે. કોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ માહિતી આપવા પણ કહ્યું છે કે, બાકીની રકમ હજુ સુધી શા માટે ચૂકવવામાં આવી નથી, જ્યારે તે ઘણા વર્ષો પહેલા વસૂલ કરવી જોઈતી હતી.

આ મામલો ૨૦૦૯નો છે, જ્યારે રાજ્યની તત્કાલિન ભાજપ સરકારે લાહૌલ સ્પીતિમાં સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડને ૩૨૦ મેગાવોટનો પાવર પ્રોજેક્ટ ફાળવ્યો હતો. આ અંતર્ગત બીઆરઓ દ્વારા કંપનીને રોડ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. કરાર હેઠળ, સરકારે કંપનીને જરૂરી પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું, જેથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે. જાેકે, બાદમાં અનેક વિવાદોને કારણે કંપનીએ ૨૦૧૭માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, ત્યારબાદ મામલો કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો હતો. કંપનીનો આરોપ છે કે, સરકાર આ પ્રોજેક્ટ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.

રાજ્યના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુક્ખુનું કહેવું છે કે, તેમણે હજુ સુધી હાઈકોર્ટના આદેશની નકલ વાંચી નથી. તેમણે કહ્યું કે, અપફ્રન્ટ પ્રીમિયમ ૨૦૦૬ની ઊર્જા નીતિ હેઠળ નક્કી કરવામાં આવે છે. આર્બિટ્રેશનનો ર્નિણય ચિંતાજનક છે અને સરકાર આ ર્નિણયનો અભ્યાસ કરશે.

આ દરમિયાન, હિમાચલ ભવનની હરાજી કરવાના આદેશે રાજ્યની શાસક સુક્ખુ સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. હાલમાં આ મુદ્દો વિપક્ષ માટે એક મોટું રાજકીય હથિયાર બનતો જાેવા મળી રહ્યો છે. હાઈકોર્ટના ર્નિણય બાદ હિમાચલ પ્રદેશ ભાજપે કોંગ્રેસ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે, રાજ્યનું ગૌરવ ગણાતું હિમાચલ ભવન આજે જપ્ત થવાના આરે છે. રાજ્ય માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે. મુખ્યમંત્રી અને તેમની સરકારે રાજ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે અને હિમાચલ હવે હરાજીના તબક્કામાં છે.

આ સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો.રાજીવ બિંદલે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હાઈકોર્ટે રાજ્ય સરકાર પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. સરકાર કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકતી નથી, તેથી હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારની નિષ્ફળતાનો આ સીધો પુરાવો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.