વલસાડના પારનેરા ગામની ઘટના
ઘટનાના CCTV સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સસામાં દિન પ્મારતિદિન વધારો થઇ રહ્યો છે . ત્યારે વધુ એક હાર્ટ એટેકથી મોતની દુખદ ઘટના સામે આવી છે. હવે મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિને હાર્ટ એટેક આવતા નિધન થવાની ઘટના સામે આવી છે. વલસાડમાં એક વ્યક્તિ શિવ મંદિરમાં પૂજા કરી રહ્યો છે આ દરમિયાન તેને હાર્ટ એટેક આવે છે અને તે નીચે ઢળી પડે છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા આ વ્યક્તિનું નિધન થઈ ગયું હોય છે. હવે મંદિરમાં બનેલી આ ઘટનાના CCTV સામે આવ્યા છે.
આ ઘટના વલસાડના પારનેરા ડૂંગર સ્થિત મહાદેવના મંદિરની છે. જે વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે તેની ઓળખ ૬૨ વર્ષીય કિશોરભાઈ પટેલના રૂપમાં થઈ છે. કિશોરભાઈ પટેલ વલસાડના પારનેરા હિલ પર સ્થિત મહાદેવના મંદિરમાં દરરોજ પૂજા કરવા જતા હતા. મંગળવારે સવારે પણ કિશોરભાઈ નિત્યક્રમ મુજબ મંદિરે પહોંચ્યા હતા. આરતી કર્યા બાદ સવારે ૬.૪૮ કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવે છે અને નિધન થાય છે. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર લોકો પૂજા કરી રહ્યાં છે. આ વચ્ચે કિશોરભાઈને હાર્ટ એટેક આવે છે અને તેઓ ઢળી પડે છે. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેમને CPR આપી રહ્યાં છે પરંતુ તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાથી મંદિરમાં રહેલા અન્ય લોકો પણ ડરી ગયા અને ત્યાં હડકંપ મચી ગયો હતો. કિશોરભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.