એક્ટિવા પર વેપારી પર ફાયરિંગ કરનારા ૩ આરોપીઓની ધરપકડ
પોલીસે મધ્ય પ્રદેશથી કરી હત્યારાઓની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ૧૬મી નવેમ્બરની મોડી સાંજે નહેરુનગરના માણેકબાગમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
આ મામલે પોલીસે પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા ૩ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવી હોવાનો સામે આવ્યું છે. ૨૫ લાખ રૂપિયામાં વેપારીની હત્યાની સોપારી આપવામાં આવી હતી.