હજુ સુધી સરકારે નથી સ્વીકાર્યુ રાજીનામુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પોલીસમાં પોતાની અલગ છાપ ધરાવતા ૧૯૯૮ની બેચના IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે. જોકે, રાજ્ય સરકારે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.
અહેવાલ અનુસાર તેમણે ૩ જાન્યુઆરીના રોજ રાજ્ય પોલીસ વડાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેઓ હાલમાં ગુજરાત પોલીસમાં એડિશનલ DGP તરીકે કાર્યરત છે. નિવૃત્તિના થોડા મહિના પહેલા જ તેમણે રાજીનામું કેમ આપ્યું અને શા માટે તેમણે આવું કર્યું તેની ઘણી ચર્ચા થઈ રહી છે.
અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેઓ ગુજરાત પોલીસના ઘણા મહત્વપૂર્ણ કેસ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વપૂર્ણ કેસ, તેમણે તેને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહત્વનું છે કે અભય ચુડાસમા ઓક્ટોબરમાં જ નિવૃત્ત થવાના હતા
પરંતુ, કોઈ કારણોસર તેમણે નિવૃત્તિના સાત મહિના પહેલા સ્વેચ્છાએ રાજીનામું ધરી દેતા અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે. અગાઉ જુનાગઢના SP હર્ષદ મહેતાએ પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું, જેને સરકારે સ્વીકાર્યું હતું.