નાના બાળકો થી લઇ વૃદ્ધો બની રહ્યા છે શિકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હ્રદયરોગના હુમલાથી લોકોના મોતના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોરોના કાળ બાદ બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે ઘણાં પરિવાર તૂટી રહ્યા છે. ત્યારે દ્વારકાના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાનુ સામે આવ્યું છે.
ત્યારે સુરતમાં ૩૦ વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને એકાએક નીચે ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને ત્વરિત સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. તેમજ ટીંબડી ગામે ૪૦ વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. સામત કરમુર નામના ૫૨ વર્ષીય આધેડનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે.
હાર્ટ એટેકના બનાવો વધતા લોકો ચિંતિત થયા છે. આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટમાં જ ૫ વ્યક્તિઓના મોત થયા હતા. આસ્થા સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. તો મયણીનગરમાં રહેતા ૪૬ વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા.
બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા ૫૧ વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના ૫૫ વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.