IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે આર્યન નેહરા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. નેશનલ ગેમ્સમાં આર્યન નેહરાએ ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતના આ તરવૈયાએ નેશનલ ગેમમાં એક સાથે ૭ મેડલ જીતીને ગુજરાતમાંથી આવું કરનારો આ પહેલો યુવાન છે. જેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય.
ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનારા આર્યન નેહરા ગુજરાતના સિનિયર IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે. અહીં ઉલ્લેખનિય છે કે વિજય નેહરા ૨૦૦૧ બેચના IAS અધિકારી છે. નેહરા મૂળ રાજસ્થાનના વતની છે.
ગુજરાતના બાહોશ અધિકારી વિજય નહેરાનું નામ હંમેશા તેમની કામગીરીના કારણે મોખરે રહ્યું છે. વિજય નહેરાની ઓળખ તેમની કામગીરી કરવાની પોતાની આગવી ઢબ અને શૈલીના કારણે અન્ય અધિકારીઓ કરતા હંમેશા અલગ તરી આવી છે. ત્યારે, તેમના પુત્ર આર્યન નહેરા પણ પિતાના પગલે ચાલી પ્રગતિ કરી રહ્યો છે. પિતાની જેમ આર્યન નહેરાએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ન માત્ર પોતાનું પણ ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.