મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના કડીના ભારતીય જનતા પાર્ટીના MLA કરશનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ખાતે સિવિલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. દરમિયાન મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
મહત્વનું છે કે, કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.
ધારાસભ્ય કરસનભાઈ સોલંકી એક પ્રામાણિક નેતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. કરશનભાઈ સોલંકી વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૨૨માં ચૂંટણીમાં જીત મેળવી હતી. કરશનભાઈ સોલંકી તેમના સરળ સ્વભાવના કારણે પરિવાર અને પક્ષમાં લોકપ્રિય હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશનભાઈ સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા.