મોંઘીદાટ કાર લઇ રૌફ જાડતા ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત નબીરાઓનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે હવે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં દારૂના નશામાં કારચાલકે સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી હતી. કારચાલક આરોપી રજનીકાંત અગ્રવાલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતા માહિતી અનુસાર શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં વધુ એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જ્યાં કાર ચાલકે નશામાં મ્ઇ્જીની રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. જેના કારણે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયો તે સમયે કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.