રેલ્વે પોલીસે ગુનો નોંધી ચાલકની અટકાયત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના કોલારમાં આવેલા ટેકલ રેલવે સ્ટેશન પર ટ્રેનને બદલે એક કાર જોવા મળી હતી. એક વ્યક્તિએ રેલ્વે સ્ટેશનના ટ્રેક પર પોતાની કાર ચલાવી હતી. સદનસીબે, જ્યારે આ વાહન પ્લેટફોર્મ પર પ્રવેશ્યું, ત્યારે કોઈ ટ્રેન આવવાનો સમય નહોતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. કાર ચાલક નશામાં હતો, જેના કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને કાર સીધી રેલ્વે ટ્રેક પર જઈને ખાબકી હતી.
ઘટનાની વાત કરીએ તો એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર ચાલક સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. પહેલા તે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં રેલવે સ્ટેશન પહોંચ્યો. આ પછી, તેણે રેલવે ટિકિટ કાઉન્ટરની સામે જ સીડી પરથી કાર નીચે હંકારી અને સીધો રેલવે પ્લેટફોર્મ પર ગયો. કાર ચાલકે કારનું સંતુલન ગુમાવ્યું હતું. જોકે ટ્રેન રેલવે ટ્રેક પર ઉભી રહી ગઈ. આ જોઈને નજીકમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
આ ઘટના બાદ અધિકારીઓએ મોડી રાત્રે જેસીબી બોલાવી અને કારને રેલ્વે ટ્રેક પરથી હટાવડાવી. આ ઘટનામાં કારના આગળના ભાગને નુકસાન થયું હતું. રેલવે પોલીસે કાર માલિકની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.