કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને કૃષિ સાથે ઘણાં ક્ષેત્રોના ફાયદા માટે લેવાયા નિર્ણય

Share this Article:

સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ મિલાવાની છૂટ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મોદી સરકારની કેબિનેટની બેઠકમાં બે મોટા ર્નિણયો પર મહોર લાગી ગઇ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ર્નિણયો અંગે જાણકારી આપી હતી. એક ર્નિણય ખેડૂતોની રાહત માટે છે જ્યારે બીજા ર્નિણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર પણ જોવા મળશે. આર્થિક બાબતો પર કેબિનેટ કમિટિએ ઈથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે.

દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને ૧૬,૩૦૦ કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આર્ત્મનિભર બનાવવા તરફ આગળ વધવાનો છે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCEA એ ઈથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે. આ કિંમતો ૧ નવેમ્બર ૨૦૨૪ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી લાગુ રહેશે. ર્નિણય પ્રમાણે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ C- HEAVY MOLASSES માટે એક્સ મિલ ભાવ ૫૬.૫૮ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૫૭.૯૭ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. આ ર્નિણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઈલ પરની ર્નિભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે.

કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં ૧૬,૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અને લગભગ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું સરકારી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવી શકે છે. સરકારના આ મિશનનો ઉદ્દેશ્ય ગ્રીન ટેકનોલોજી માટે જરૂરી ક્રિટિકલ મિનરલ માટે વધુ સારી વેલ્યુ ચેનને સ્થાપિત કરવાનો છે.

કેબિનેટ દ્વારા જારી રિલીઝ પ્રમાણે ક્રિટિકલ મિનરલ સેક્ટરમાં ભારતને આર્ત્મનિભર બનાવા માટે એક અસરકારક ફ્રેમવર્ક સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રીએ ક્રિટિકલ મિનરલ મિશનની જાહેરાત કરી હતી. આ મિશન દ્વારા દેશમાં આવા મિનરલની શોધના કાર્યને ઝડપી બનાવી શકાશે.

આગામી ૭ વર્ષમાં આ મિશનમાં ૩૪,૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. બજેટ પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટો ર્નિણય લીધો છે. શેરડીમાંથી બનતા ઈથેનોલની કિંમત વધારવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન પર પણ મહોર લગાવી છે. આ મિશન પર ૧૬૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય દેશમાં ખનિજ સંપદાનો યોગ્ય ઉપયોગ કરવા માટે એક ઢાંચો તૈયાર કરવાનો છે.

કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સૌથી મોટો ર્નિણય ઈથેનોલ બ્લેન્ડિંગ સાથે જોડાયેલ છે. પેટ્રોલમાં મળતા ઈથેનોલને જ્યાં પહેલા સરકારી કંપનીઓ ૫૬.૫૮ રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદતી હતી, હવે કંપનીઓ આ ઈથેનોલ ૫૭.૯૭ પ્રતિ લીટરમાં ખરીદશે. એટલે કે તેની કિંમતમાં ૩ ટકાનો વધારો કર્યો છે, તેનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.

સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ મિલાવાની છૂટ આપી છે. તેનો ઉદ્દેશ્ય ક્રૂડ તેલના ઈમ્પોર્ટને ઘટાડવાનું છે. જેથી વિદેશી મુદ્રા બચાવી શકાય. સરકારની આ પહેલથી છેલ્લા એક દાયકામાં ૧,૧૩,૦૦૭ કરોડની વિદેશી મુદ્રાની બચત થઈ છે. ૨૦૧૩-૧૪માં જ્યાં ફક્ત ૩૮ કરોડ લીટર ઈથેનોલ મિલાવામાં આવતું હતું, ત્યારે હવે વધીને ૭૦૭ કરોડ લીટર થઈ ગયું છે. કંપનીઓ પેટ્રોલમાં ૧૪.૬૦ ટકા સુધી ઈથેનોલ મિલાવી રહી છે. આ વર્ષે તેને વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.