અણસોલ ચેકપોસ્ટ નજીકથી 13 લાખ જેટલો દારૂ ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીના શામળાજી નજીક દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. બળતણના લાકડાની આડમાં દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. ૧૨.૭૦ લાખની ૮ હજાર ૩૪૦ દારુની બોટલ કબજે કરાઈ છે. પોલીસે ૨૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ અરવલ્લીના રહિયોલમાં પોલીસકર્મીના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ન્ઝ્રમ્એ પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી રૂ ૧.૭૬ લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસકર્મીના ઘરના રસોડામાંથી વિદેશી દારૂની ૨૧૩૮ બોટલ ઝડપાઇ હતી. LCB એ વિજય પરમારના ઘરેથી રૂ.૧.૭૬ લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા જ ફરાર થઈ ગયો હતો. આ અગાઉ પણ દારૂ કેસમાં વિજય પરમાર ઝડપાઈ ચૂક્યો હતો. વિજય પરમાર પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતો હતો. LCB ની ટીમે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લેવા તજવીજ હાથધરી હતી.