મેરઠમાં એક જ પરિવારના ૫ લોકોની નિર્મમ હત્યાનો ચકચારી કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મેરઠમાં લિસાડી ગેટ વિસ્તારમાં એક જ પરિવારના ૫ લોકોની હત્યાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. આ તમામ સભ્યો એક રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે પતિ-પત્નીની લાશ ચાદરમાં લપેટાયેલી મળી તો મોટા બોક્સની અંદર બાળકોની લાશ પડેલી મળી હતી. ઘરના ગેટ પર બહાર તાળું લટકાવેલું હતું. ૭૦ ગજના આખા ઘરમાં સામાન વિખેરાયેલો પડ્યો હતો. ઘરમાં ચારે તરફ લોહીના છાંટા પડ્યા હતા. ફોન પણ બંધ હતા. લોકોને શંકા ગઈ તો તાળા તોડ્યા અને ઘરમાં પહોંચ્યા તો ૫ સભ્યોની લાશ મળી આવી.
મૃતકના ભાઈ સલીમે જણાવ્યું કે, “હું મારી પત્નીને હોસ્પિટલે લઈ ગયો હતો. ડોક્ટર્સને બતાવ્યા બાદ મોઈનના ઘરે પહોંચ્યા. કાલે ૧૧ વાગ્યાથી ભાઈ મોઈનનો ફોન બંધ હતો. અમે ઘર પરિવાર અને સંબંધીઓમાં શોધવાની કોશિશ કરી પણ કંઈ જાણવા મળ્યું નહીં. ઘર બહાર તાળા લાગેલા હતા. અમે પાડોશીની છતથી કૂદીને આવ્યા. તાળા તોડ્યા. ઘરની લાઈટ ચાલુ કરી તો લાશ મળી. બેડમાં મારો ભાઈ અને ભાઈની લાશ પડી હતી. ઘરનો બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો.”
મૃતકની ભત્રીજી તરન્નુમે જણાવ્યું કે, “સાંજે ફોન પર વાત થઈ હતી. એ પણ કાકા સાથે વાત થઈ હતી. તેઓ ચિનાઈનું કામ કરતા હતા.” શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે પાંચેયની હત્યા ગળું કાપીને કરવામાં આવી છે. લાશને બેડની અંદર હત્યા કરી પેક કરી દીધી. લાશ બોરીમાં બંધ કરી બેડમાં છુપાવી દીધી. બાળકોની લાશ પહેલા બોરીમાં બાંધી બાદમાં તેમને બોક્સમાં છુપાવી દીધી હતી.