આ પહેલમાં ૨૫૦૦ સ્વયંસેવકો મદદ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અદાણી ગ્રુપ અને ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ એટલે ઈસ્કોન દ્વારા પ્રયાગરાજમાં મહાકંભ મેળો ૨૦૨૫માં શ્રદ્ધાળુઓને ભોજન પિરસવા માટે સહભાગી બન્યા છે. બંને સંસ્થાઓ તરફથી આ મહાપ્રસાદ સેવા ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળા દરમ્યાન પ્રસાદી આપવામાં આવશે. આ પહેલ માટે ઈસ્કોનને ધન્યવાદ આપવા, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ઈસ્કોન ગવર્નિંગ બોડી કમીશનના અધ્યક્ષ ગુરુ પ્રસાદ સ્વામી સાથે મુલાકાત કરી હતી.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મહાપ્રસાદ સેવાની રજૂઆતમાં ઈસ્કોનના સમર્થન વિશે વાત કરતા અદાણીએ કહ્યું કે, કુંભ સેવાનું એક પવિત્ર સ્થાન છે. જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવાના નામ પર જોડાય છે. આ મારુ સૌભાગ્ય છે કે અમે ઈસ્કોનના સહયોગથી મહાકુંભમાં ભક્તો માટે મહાપ્રસાદ સેવા શરુ કરી રહ્યા છીએ. માં અન્નપૂર્ણાના આશીર્વાદથી, લાખો ભક્તોને મફતમાં ભોજન મળશે. અમે ઈસ્કોનના ગુરુ પ્રસાદ સ્વામીજી સાથે મળવાનો અવસર મળ્યો અને મેં સેવા પ્રત્યે સમર્પણની શક્તિનો ઊંડાણથી અનુભવ કર્યો. સાચા અર્થમાં સેવા દેશભક્તિનું સર્વોચ્ચ રુપ છે. સેવા જ ધ્યાન છે, સેવા જ પ્રાર્થના છે અને સેવા જ ઈશ્વર છે.
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના પ્રમુખ પ્રચારકોમાંથી એક ગુરુ પ્રસાદ સ્વામીએ કહ્યું કે, અદાણી ગ્રુપ હંમેશાથી કોર્પોરેટ જવાબદારી અને સમાજ સેવાનું એક શાનદાર ઉદાહરણ રહ્યું છે. ગૌતમ અદાણીજીને જે વસ્તુ સૌથી અલગ બનાવે છે, તે છે તેમની વિન્રમતા-તેઓ ક્યારેય બોલાવાની રાહ જાેતા નથી, પણ નિસ્વાર્થથી સેવા કરવા માટે આગળ આવે છે. અમે તેમના યોગદાન માટે ખૂબ જ આભારી છીએ. તેમનું કામ અમને સમાજને કંઈક આપવા અને માનવતાની સેવામાં એકજૂટ થવા માટે પ્રેરણા આપે છે.
મહાપ્રસાદ સેવા ૫૦ લાખ ભક્તોને આપવામાં આવશે અને ભોજન મેળા વિસ્તારની અંદર અને બહાર બે રસોઈમાં તૈયાર કરવામાં આવશે. મહાપ્રસાદ મહાકુંભ ક્ષેત્રમાં ૪૦ જગ્યા પર વિતરિત કરવામાં આવશે અને આ પહેલમાં ૨૫૦૦ સ્વયંસેવકો મદદ કરશે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકોવાળી માતાઓ માટે ગોલ્ફ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની વચ્ચે ગીતા સારની પાંચ કોપી પણ વિતરિત કરવામાં આવશે.