Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર સરકારને આખરે ઝૂકવું પડ્યું
સમાન જાહેર કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મરાઠા આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર નેતા મનોજ જરાંગેની માંગણીઓ સમક્ષ ઝૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિખે પાટિલ સહિત રાજ્ય સરકારના એક પ્રતિનિધિમંડળે જરાંગને મળ્યા અને તેમની ઘણી માંગણીઓ સ્વીકારી લીધી છે.. પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ સપ્ટેમ્બરના અંત સુધીમાં પાછા ખેંચી લેવામાં આવશે. સરકારે મરાઠા અને કુણબીને એક અને સમાન જાહેર કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો છે.
આ દરમિયાન મનોજ જરાંગેના વકીલ સતીશ માનેશિંદેએ કોર્ટને જણાવ્યું કે, ૯૦ ટકા પ્રદર્શનકારીઓ મુંબઈ છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કોર્ટને એ પણ જણાવ્યું કે, જરાંગેએ મુંબઈમાંથી તમામ વાહનો હટાવવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, સુનાવણી દરમિયાન જ માનેશિંદેએ કહ્યું હતું કે, કેબિનેટ સચિવ અને મનોજ જરાંગે ટૂંક સમયમાં મળી શકે છે.
બોમ્બે હાઇકોર્ટની સુનાવણી
આજે સરકારે કોર્ટમાં કહ્યું કે, સરકાર કાયદા મુજબ કામ કરશે. બોમ્બે હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, આંદોલનકારીઓને વિરોધ કરવાની પરવાનગી નથી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમને ૫૦૦૦ લોકો માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તમે શું કર્યું? તમે શું પગલાં લીધાં?